Saturday, November 26, 2016

રજા

☘રજા☘

હવે જ આવશે ઘૂસવાની ખ્યાલોમાં મજા,
આખરે, મેં લઇ જ લીધી શ્વાસ પાસેથી રજા

મળી મુક્તિ મને આ સંબંધોના કાયદાઓથી,
પણ મૂંઝાયો મૃત્યુ બાદ મળવાના વાયદાઓથી;
એમણે તો આપી શબને પણ અઢી અક્ષરની સજા!
                                            આખરે, મેં....

તળેટીએ બેસીને શિખરે પહોંચવાની હતી મન્નત,
એક ડગલુંએ ન ભર્યું ને હવે કેમ મળે જન્નત ?
ભર્યા ગુનાહ છલોછલ ને નેકીઓ જ રહી કજા
                                           આખરે, મેં....

કહે છે દરેક અહીં મને કે તું જલ્દી મરી ગયો,
પણ ખોટો એ વિચાર એમનામાં ઘર કરી ગયો
જીવે છે સોએબ જ્યાં સુધી છે લખવાની મજા
                                            આખરે, મેં.....
              
                                           -સોએબ (Soebdt)